વાત્ત, પિત્ત અને કફ, આ ત્રિદોષ સંતુલનમાં રહે છે ત્યારે શરીર તંદુરસ્ત રહે છે. સંતુલન વિખાય ત્યારે સ્વાસ્થ્ય બગડે છે. ઠંડી અને ભેજવાળી હવામાં કફનો પ્રકોપ વધતો હોય છે. શરીરમાં કફ વધવાથી શ્વાસ લેવાની તકલીફથી લઈને બેચેની, એલર્જી, નાકમાંથી પાણી પડ્યા કરવું, ઉધરસ, તાવ, પાચન બરાબર ન થવું વગેરે જેવા લક્ષણો દેખાય છે. વધુ લાંબો સમય કફ પ્રકોપ રહેવાથી મોટા રોગો થવાની પણ સંભાવના વધી જાય છે. આથી કફને નિયંત્રણમાં રાખવો ખુબ જરૂરી છે.
આ કફ રિલીફ બોલમાં એવી ઔષધિઓનો ઉપયોગ થયો છે જે કફ સંબંધિત તકલીફોમાં રાહત આપે છે.
Symptoms of Imbalance of Kapha Dosha / કફ પ્રકોપના લક્ષણો :
- શરદી-ઉધરસ, તાવ તથા વાયરલ ઇન્ફેક્શન
- શ્વાસ લેવામાં તકલીફ થવી
- નાકમાંથી પાણી પડ્યા કરવું
- પાચનશક્તિ ઘટવી
- આળસ થવી
- છાતીમાં ભારી ભારી લાગવું
- મળ-મૂત્ર અને પરસેવામાં વધુ ચિકાસ
- ડિપ્રેશન જેવું ફીલ થવું
Ingredients / ઔષધિઓ :
ગોળ, સૂંઠ, હળદર, જેઠીમધ, અરડૂસી, સિતોપલાદિ, પિપિલીમૂલ, મરી અને તજ પાઉડર, ગીર ગાયનું ઘી
How To Use / ઉપયોગની રીત
- કફ રિલિફ બોલ સવારે નરણાં કોઠે અને સાંજે સૂતા પહેલાં લેવાય.
- વધારે લેવાની તકલીફ હોય તો દિવસમાં ૩-૫ વખત પણ લઈ શકાય.
- ચગળીને ધીમે ધીમે રસ ગળેથી નીચે ઉતરવો.
- આ લીધા પછી ૧૫-૨૦ મિનિટ કઈ પણ ખાવું કે પીવું નહીં.
Benefits / ફાયદા
- વારંવાર થતી શરદીથી છુટકારો આપે.
- ધૂળ, ધુમાડો કે એવી બીજી કોઈ વસ્તુની એલર્જીમાં રાહત આપે.
- વર્ષો જૂનો કફ દૂર કરે
- ભૂખ ઉઘાડે છે.
- ફેફસા મજબૂત કરે
- પાચનશક્તિ સુધારે
- રોગપ્રતિકારક શક્તિ વધારે
Product Weight: 200gm
ક્યાં અને કઈ રીતે બને છે?
આ ઔષધીય મિશ્રણ ડૉ. અમી વેકરીયા અને એની ટિમ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. આમાં વપરાતા ઔષધોની ગુણવતા અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ ઔષધોનો પાઉડર ન વાપરતા, એના મૂળ ફોર્મમાં લાવીને, દળીને પછી આ તૈયાર કરવામાં આવે છે. આ કારણથી આના પરિણામમાં પણ ઘણો ફરક પડી જતો હોય છે.
વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 84 9002 24 24 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)