WINTER HEALTH COMBO
WINTER HEALTH COMBO
Couldn't load pickup availability
વિન્ટર હેલ્થ કોમ્બો
વાતાવરમાં ઠંડક વધે એટલે શ્વાસ સંબંધિત તકલીફો વધવા લાગે છે. અધધ ધુમાડાના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, જે શિયાળામાં તકલીફ વધારી દે છે.
આ બન્ને પ્રોડક્ટ આ વાતાવરણમાં ખાસ મદદરૂપ બને છે.
> ચ્યવનપ્રાશ જે દરેક સીઝનમાં લઇ શકાય એવું અદભુત ટોનિક છે.
> કફ રિલીફ બોલ્સ શ્વાસ સંબંધિત દરેક તકલીફમાં હેલ્પફુલ બને છે.
ગ્રામ્ય જીવનરસાયણ ચ્યવનપ્રાશ
સ્વસ્થ રહેવા રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ હોવી જરૂરી છે. આ શક્તિને સ્ટ્રોંગ બનાવવા માટે આપણા મહાન ઋષિ ચ્યવને એક અદભુત ટોનિક શોધેલું. એ ટોનિક એટલે ચ્યવનપ્રાશ. હજારો વર્ષની પ્રેક્ટિસ પછી તૈયાર થયેલું આ રસાયણ, એમાં વપરાતી ઔષધિઓ અને એ બનાવવાની પ્રક્રિયાના કારણે ઉત્તમ ઇમ્યુનીટી બુસ્ટર છે.
52 ઔષધિઓથી તૈયાર થતું આ અદભુત જીવનરાસાયણ ચ્યવનપ્રાશ આપને તન અને મનથી તંદુરસ્ત રાખશે.
અંદાજે પાંચ હાજર વર્ષો પહેલા અશ્વિની કુમારોએ ઋષિ ચ્યવનને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને દીર્ધાયુ માટે એક રેસિપી શેર કરી હતી. આ રેસિપીને ચ્યવનપ્રાશ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો સુધી જનસમુદાયને આ રેસિપી સ્વસ્થ રહેવા મદદ કરતી રહી છે.
અમે એ રેસિપીને અનુરવાનો પ્રયત્ન કર્યો છે.
- પ્રાચીન આયુર્વેદીય પદ્ધતિથી આ તૈયાર કરવામાં આવે છે. જેમાં ૩ દિવસની પ્રક્રિયાથી આ ચ્યવનપ્રાશ તૈયાર થાય છે.
- આમાં 52 ઔષધીઓનો ઉપયોગ થાય છે. જેની ગુણવતાની પૂરતી ખાતરી કરવામાં આવે છે.
- ચ્યવનપ્રાશ બનાવવમાં મુખ્ય ઘટક આમળાં છે. અમે આમળાનો પાઉડર કે હાઈબ્રીડ આમળાના બદલે દેશી આમળાનો ઉપયોગ કરીએ છીએ. દેશી આમળાં સ્વાદ અને ઔષધીય ગુણોમાં ઉત્તમ મનાય છે.
- આ ચ્યવનપ્રાશ માધવપુર ગામમાં ડો. અમી વેકરીયાની દેખરેખમાં સ્થાનિક લોકોની મદદથી બને છે.
- ખાંડ, આર્ટીફિસિયલ સ્વીટ કે કોઈ જ પ્રકારના પ્રીઝર્વેટિવ એડ નથી કરવામાં આવતા. આમાં સ્વીટનેસ માટે ખડી સાકર અને મધનો ઉપયોગ થાય છે.
- પ્લાસ્ટિકની બોટલના બદલે ગ્લાસની બોટલમાં ચ્યવનપ્રાશ પેક કરવામાં આવે છે. જેથી એની ગુણવતા જળવાય રહે.
- આમાં દેશી ગાયનું શુદ્ધ ઘી અને ઘાણીમાં કાઢેલું તલનું તેલ વપરાય છે.
HOW TO USE / ઉપયોગની રીત :
- Adult - 1-2 teaspoons twice daily
- Kids - 1/2-1 teaspoon
- સવારે ભૂખ્યા પેટે અથવા જમ્યા પછીના ત્રણ કલાક પછી.
- એસીડીટી થતી હોય અથવા ટેસ્ટ ઓછો પસંદ હોય તો હૂંફાળા દૂધ સાથે મિક્ષ કરી લેવું
BENEFITS / ફાયદા :
- સ્ફૂર્તિ અને તાજગી આપનાર
- રોગપ્રતિકારક શક્તિ વધારનાર
- કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરી હૃદયને સ્વસ્થ રાખનાર
- ખૂબ સારું બ્રેઇન ટોનિક મનાય છે. યાદ શક્તિ વધારનાર અને અલજાઈમાર જેવા રોગોથી રક્ષણ કરનાર
- કફ, અસ્થમા અને શ્વાસ સંબંધિત અન્ય બીમારીઓમાં રાહત આપે છે.
- ત્રિદોષને બેલેન્સમાં રાખે છે.
- પાચનશક્તિ સુધારે
કફ રિલીફ બોલ્સ / Cough relief balls
વાત્ત, પિત્ત અને કફ, આ ત્રિદોષ સંતુલનમાં રહે છે ત્યારે શરીર તંદુરસ્ત રહે છે. સંતુલન વિખાય ત્યારે સ્વાસ્થ્ય બગડે છે. ઠંડી અને ભેજવાળી હવામાં કફનો પ્રકોપ વધતો હોય છે. શરીરમાં કફ વધવાથી શ્વાસ લેવાની તકલીફથી લઈને બેચેની, એલર્જી, નાકમાંથી પાણી પડ્યા કરવું, ઉધરસ, તાવ, પાચન બરાબર ન થવું વગેરે જેવા લક્ષણો દેખાય છે. વધુ લાંબો સમય કફ પ્રકોપ રહેવાથી મોટા રોગો થવાની પણ સંભાવના વધી જાય છે. આથી કફને નિયંત્રણમાં રાખવો ખુબ જરૂરી છે.
આ કફ રિલીફ બોલમાં એવી ઔષધિઓનો ઉપયોગ થયો છે જે કફ સંબંધિત તકલીફોમાં રાહત આપે છે.
Symptoms of Imbalance of Kapha Dosha / કફ પ્રકોપના લક્ષણો :
- શરદી-ઉધરસ, તાવ તથા વાયરલ ઇન્ફેક્શન
- શ્વાસ લેવામાં તકલીફ થવી
- નાકમાંથી પાણી પડ્યા કરવું
- પાચનશક્તિ ઘટવી
- આળસ થવી
- છાતીમાં ભારી ભારી લાગવું
- મળ-મૂત્ર અને પરસેવામાં વધુ ચિકાસ
- ડિપ્રેશન જેવું ફીલ થવું
Ingredients / ઔષધિઓ
ગોળ, સૂંઠ, હળદર, જેઠીમધ, અરડૂસી, સિતોપલાદિ, પિપિલીમૂલ, મરી અને તજ પાઉડર, ગીર ગાયનું ઘી
How To Use / ઉપયોગની રીત
- કફ રિલિફ બોલ સવારે નરણાં કોઠે અને સાંજે સૂતા પહેલાં લેવાય.
- વધારે લેવાની તકલીફ હોય તો દિવસમાં ૩-૫ વખત પણ લઈ શકાય.
- ચગળીને ધીમે ધીમે રસ ગળેથી નીચે ઉતરવો.
- આ લીધા પછી ૧૫-૨૦ મિનિટ કઈ પણ ખાવું કે પીવું નહીં.
Benefits / ફાયદા
- વારંવાર થતી શરદીથી છુટકારો આપે.
- ધૂળ, ધુમાડો કે એવી બીજી કોઈ વસ્તુની એલર્જીમાં રાહત આપે.
- વર્ષો જૂનો કફ દૂર કરે
- ભૂખ ઉઘાડે છે.
- ફેફસા મજબૂત કરે
- પાચનશક્તિ સુધારે
- રોગપ્રતિકારક શક્તિ વધારે
ક્યાં અને કઈ રીતે બને છે?
આ ઔષધીય મિશ્રણ ડૉ. અમી વેકરીયા અને એની ટિમ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. આમાં વપરાતા ઔષધોની ગુણવતા અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ ઔષધોનો પાઉડર ન વાપરતા, એના મૂળ ફોર્મમાં લાવીને, દળીને પછી આ તૈયાર કરવામાં આવે છે. આ કારણથી આના પરિણામમાં પણ ઘણો ફરક પડી જતો હોય છે.
વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 84 9002 24 24 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)
