આ દેશી ગુલકંદ ગાય આધારિત ખેતીથી એટલે કે કેમિકલ મુક્ત ખેતીથી તૈયાર થયેલ ગુલાબથી ઘરે જ તૈયાર કરવામાં આવે છે. તમે બીજા ઘણા ગુલકંદ ટેસ્ટ કર્યા હશે, આ ટેસ્ટ કરી જોશો... પાક્કું છે કે આ દેશી ગુલકંદ તમારું ફેવરિટ બની જશે.
ગુલકંદ એક પ્રાચીન ભારતીય મીઠાઈ છે, તે દેશી ગુલાબની પાંખડીઓ, ખડી સાકર અને બીજી ઔષધિઓનું મિશ્રણ છે, જે 10-15 દિવસ સુધી તડકે રાખીને તૈયાર થાય છે. ગુલકંદનો ઉપયોગ આયુર્વેદમાં તેના ઠંડા ગુણોને કારણે વિવિધ રીતે પ્રયોજવામાં આવે છે.
ગુલકંદ ખાસ કરીને ગરમીની ઋતુમાં ખૂબ ઉપયોગી ગણાય છે, કારણ કે તે શરીરને ઠંડક પૂરી પાડે છે. તેને પેટની ગરમી અને એસિડિટીને ઓછી કરવામાં પણ મદદ મળે છે. ગુલકંદ પાચનતંત્રને સુધારવા, લોહીનું શુદ્ધીકરણ કરવા અને ત્વચાની સુંદરતા વધારવામાં પણ સહાયક છે. ચહેરા પર નીકળતી ગરમી અને ખીલને મટાડવા માટે ગુલકંદ મદદ કરે છે. આ સિવાય, તે મનને શાંત કરવા અને નિદ્રામાં મદદ કરવાના ગુણોથી પણ સમૃદ્ધ છે.
આ દેશી ગુલકંદ ખાસ કેમ છે?
બજારમાં મળતા સસ્તા ગુલકંદ જે વધારાના વેસ્ટ ગુલાબમાંથી બને છે, એના બદલે આ 'દેશી ગુલકંદ' ગાય આધારિત ખેતીથી તૈયાર થયેલ ગુલાબનો ઉપયોગ થાય છે. બીજું, આ ગુલકંદમાં ખાંડના બદલે મધ અને ખડી સાકારનો ઉપયોગ થાય છે. આયુર્વેદમાં જે તડકા છાયાની પદ્ધતિથીનું મહત્ત્વ છે એ થકી આ તૈયાર થાય છે.
જો જમ્યા પછી ખાવા માટે તમે કંઈક ટેસ્ટી, મઝેદાર અને વળી હેલ્ધી પણ હોય એવું કશુંક શોધી રહ્યા હોવ તો આ દેશી ગુલકંદ તમને ચોક્કસ ગમશે. આઈસ્ક્રીમ, બરફ ગોલા કે બીજા કોઈ પણ કોલ્ડ્રિંક્સ કરતાં ક્યાંય વધુ જલસો પડશે.
ફાયદા :
🔶 નેચરલ કુલિંગ પ્રોપર્ટીસ હોવાથી ઉનાળાની ગરમીમાં રાહત આપે
🔶 એસીડીટી અને હાર્ટ બર્નમાં રાહત
🔶 ચહેરા પર નીકળતી ગરમી અને ખીલમાં રાહત આપે
🔶 ગેસ અને કબજિયાતમાં રાહત
🔶 પેઈનફુલ માસિકમાં રિલીફ આપે
🔶 મોંઢાનાં અલ્સર મટાડે
🔶 શરીરની દુર્ગંધ દૂર કરે
🔶 સારી ઊંઘમાં મદદરૂપ બને
ઉપયોગની રીત :
૧. પાણીમાં, દૂધમાં તથા વિવિધ શેકમાં મિક્ષ કરીને લઈ શકાય છે.
૨. જમ્યા પછી મુખવાસ તરીકે પણ લઈ શકાય.
૩. એસિડિટી જેવું લાગે ત્યારે ખાય શકાય.
૪. જામ તરીકે પણ યુઝ કરી શકાય.