પિત્ત_શામક મુખવાસ
મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પ્રકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને જ્યારે આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે.
ઉદાહરણ તરીકે પિત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા પિત્ત કરતા પિત્તનું પ્રમાણ વધી જાય તો શરીરમાં એસીડીટી થવી, મોઢામાં ચાંદા પડવા, વાળ સફેદ થવા કે ખરવા, વધુ ગુસ્સો આવવો, શરીરમાંથી દુર્ગંધ આવવી વગેરે સમસ્યાઓ ઉભી થાય છે.
ખાસ ઔષધિઓના મિશ્રણ થકી તૈયાર થતો આ મુખવાસ આપની પિત્ત પ્રકૃતિ જો ડિસ્ટર્બ થઇ હશે તો એને બેલેન્સમાં લાવવા મદદરૂપ થાય છે.
Symptoms of Imbalance of Pitta Dosha / પિત્ત પ્રકોપના લક્ષણો :
- એસીડીટી થવી
- મોઢામાં ચાંદા પડવા
- વાળ સફેદ થવા કે ખરવા
- કબજિયાત રહેવો
- શરીર અને મોંમાંથી દુર્ગંધ આવવી
- શરીરમાં બળતરા થવી અને પરસેવો ખુબ થવો
- જલ્દી થાકી જવું
- મોં કડવું અથવા ખાટું રહેવું
- ત્વચા, મળ-મૂત્ર, નખ તથા આંખનો રંગ પીળો પડવો.
- પિત્ત ખુબ વધી જવાથી હૃદય અને ફેફસામાં કફ એકઠો થવા લાગે છે.
Benefits / ફાયદા
- મગજ શાંત રહે છે.
- એસિડિટીમાં રાહત આપે છે.
- વાળ સફેદ થતા તથા ખરતા રોકે છે.
- મોંમાં ચાંદા પાડવાની સમસ્યામાં રાહત આપે છે.
- માનસિકતણાવ ઓછો કરવામાં મદદરૂપ
- પેટમાં થતું h.pyloriનું ઈન્ફેક્શનથી બચાવે
- કબજિયાતમાં રાહત આપે છે.
Ingredients / ઔષધિઓ
- આમળાં, ધાણા, ખડી સાકાર, જેઠી મધ, વરિયાળી
How To Use / ઉપયોગની રીત
- પિત્તશામક મુખવાસ જમ્યાંની અડધી કલાક પહેલા એક ચમચી લેવો. પાણી સાથે પણ લઈ શકાય.
- પિતની તકલીફ વધારે હોય તો દીવસમાં ૩ વખત પણ લઈ શકાય (જમ્યાં પહેલા).
- જ્યારે પણ એસિડિટી થાય ત્યારે આનું સેવન કરવાથી તુરંત રાહત મળશે.
આ મુખવાસ કઈ રીતે અને ક્યાં બન્યો છે?
આ ઔષધીય મિશ્રણ ડૉ. અમી વેકરીયા અને એની ટિમ દ્વારા ઘરે જ તૈયાર કરવામાં આવે છે. આમાં વપરાતા ઔષધોની ગુણવતા અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ ઔષધોનો પાઉડર ન વાપરતા, એના મૂળ ફોર્મમાં લાવીને, દળીને પછી આ તૈયાર કરવામાં આવે છે. આ કારણથી આના પરિણામમાં પણ ઘણો ફરક પડી જતો હોય છે.
વાત્ત પિત્ત અને કફ સંબંધિત વધુ જાણકારી, પૂછપરછ કે આપની કોઈ મૂંઝવણ હોય તો ડૉ. અમી વેકરીયા સાથે whatsappથી વાત કરી શકો છો.
+91 84 9002 24 24 (Whatsapp Only) (આપનું નામ, ઉંમર, અને તકલીફ લખીને આ નંબર પર whatsapp કરી શકો છો.)
◆◆
Product Weight: 190gm
નોંધ :
- આ મિશ્રણ શરીરને કોઈ આડઅસર કરતું નથી.
- 6 વર્ષથી ઉપરની દરેક ઉંમરની વ્યક્તિ લઈ શકે.
- ગર્ભવતી મહિલા પણ લઇ શકે.
- ડાયાબિટીક પેશેન્ટ ના લઇ શકે.