એસીડીટી : લક્ષણ, કારણ અને નિરાકરણ!

એસિડિટી, જેને એસિડ રિફ્લક્સ અથવા હાર્ટબર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ત્યારે થાય છે જ્યારે પેટનું એસિડ અન્નનળીમાં પાછું વહી આવે છે, એના કારણે છાતી અથવા ગળામાં બળતરા થાય છે. ખાટા ઓડકાર કે ઉબકા આવે છે. આ થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમ કે અમુક ખોરાક, પીણાં, દવાઓ અથવા જીવનશૈલીની આદતો દ્વારા આ ટ્રિગર થઈ શકે છે. બીજું કે આ સમસ્યા જો લાંબો સમય ચાલુ રહે તો લાંબા ગાળે સ્વસ્થ્ય સંબંધિત મોટી તકલીફો થઈ શકે છે.


ખોરાક : એસીડીટી થવા પાછળ મુખ્ય કારણમાં ખોરાક આવે છે. આપણી તાસીર એટલે કે પ્રકૃતિને અનુરૂપ ના હોય એવો ખોરાક પેટમાં જાય છે ત્યારે આ તકલીફ વધે છે. એસિડિટીને ટ્રીગર કરતા ખોરાક આ છે... વધુ પડતા મસાલેદાર, ચરબીયુક્ત અને તળેલા ખોરાક, ખાટાં ફળો, ટામેટાં, ડુંગળી, લસણ, ચોકલેટ, કેફીન, કાર્બોનેટેડ પીણાં અને આલ્કોહોલ.

લાઈફ સ્ટાઇલ : આજે એસિડિટીનું પ્રમાણ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને એનું કારણ છે આપણી બદલાયેલ જીવનશૈલી. રાતના ઉજાગરા, એક જ સમયે વધુ પડતું જમવું, ઝડપથી જમવું કે ગમે ત્યારે ગમે તે જમવું. આ ઉપરાંત સ્ટ્રેસ, બેસવા ઉઠવાની ટેવો અને કસરતનો અભાવ એસિડિટીને ટ્રીગર કરે છે.

આ ઉપરાંત, અમુક દવાઓનું સેવન, વધુ પડતું વજન, સ્ટ્રેસફુલ લાઈફ, પ્રદુષણ, જંકફૂડ, સ્મોકિંગ, ચા-કોફી જેવા ઘણા કારણો હોય છે.

હવે આનું નિરાકરણ શું?

  • પહેલું તો આપણે આપણા શરીરને ઓળખવું જોઈએ. આ શરીરની તાસીર કઈ છે? એટલે કે પ્રકૃતિ કઈ છે. વાત્ત, પિત્ત કે કફ? (શરીરની પ્રકૃતિ જાણવા નજીકના કોઈ વૈદ્યને રૂબરૂ મળી શકાય, અથવા ડૉ. દેવાંગી જોગલ દ્વારા લિખીત પુસ્તક 'તમારા શરીરની પ્રકૃતિ ઓળખો અને નિરોગી રહો' વાંચીને પણ જાણી શકાશે.) એને શું ફાવે છે અને શું નથી ફાવતું? એ ક્યારે કેવું રિએક્ટ કરે છે? એનો સ્વભાવ કેવો છે? આવા ઘણા સવાલો સાથે આપણે આપણા જ શરીરનો અભ્યાસ અને નિરીક્ષણ કરવું જોઈએ.
  • બીજું, આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યા રૂપે ગાઇડલાઇન આપવામાં આવી છે. દિનચર્યામાં આખા દિવસ દરમિયાન આહાર વિહાર કેવા હોવા જોઈએ એની સમજણ આપવામાં આવી છે. એ જ રીતે કઈ ઋતુમાં આપણી દિનચર્યા અને ખોરાક કેવા હોવા જોઈએ એની ગાઇડલાઇન છે. જો આને યોગ્ય રીતે અનુસરવામાં આવે તો ચોક્કસ પણે એસીડીટી અને એના જેવી બીજી અનેક તકલીફોથી કાયમી રાહત મેળવી શકાય છે.
  • ત્રીજું, પિત્ત પ્રકૃતિનું ઈમ્બેલેન્સ થવાનું પહેલું લક્ષણ છે એસીડીટી થવી. આ ઉપરાંત પિત્ત પ્રકૃતિ ઈમ્બેલેન્સ થાય છે અમુક ચોક્કસ વાતાવરણ અને ઉપર જણાવ્યા એ કારણોસર. જેમ કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધવાથી પિત્ત દોષ વધે છે. તો આ સમયે પિત્ત દોષ બેલેન્સમાં રહે એ મુજબની કાળજી લેવી જોઈએ. જેમ કે વધુ પડતી ગરમીમાં કે તડકામાં રહેવાનું ટાળવું, હાઈડ્રેડ રહેવું, ચા-કોફી-સ્મોકિંગ અવોઇડ કરવું, વધુ પડતું ઠંડુ કે ગરમ ખાવા પીવાનું ટાળવું, સ્ટ્રેસ ફ્રી અને રિલેક્સ રહેવું વગેરે...

Acidity Relief Combo - Gramya Store

આ ઉપરાંત એસીડીટીમાં રાહત મેળવવા માટે...
- અડધી ચમચી આખા ધાણા રાત્રે પલાળીને સવારે એનું પાણી પી શકાય.
- વર્કપ્લેસ અને સોશ્યિલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખવું. મોટા ભાગે સ્ટ્રેસ વધવાનું કારણ આ બેલેન્સ ખોરવાય છે એ જ હોય છે.
- શક્ય એટલું નેચરની નજીક રહેવું, જે રિલેક્ષ રહેવા મદદ કરે છે.
- સૂવા, ઉઠવાનો અને જમવાનો સમય ફિક્સ રાખવો.
- તીખા, ખાટા અને ખારા સ્વાદને ઘટાડીને ભોજનમાં મીઠું, કડવું અને તીખા સ્વાદનો સમાવેશ કરવો.
- એસીડીટીમાં રાહત મેળવવા ગુલકંદ પણ અક્સીર પરિણામ આપે છે.
- જ્યારે સિવિયર ગેસ અને એસીડીટી થઇ હોય ત્યારે આ પ્રયોગ પણ કરી શકાય છે. એક ચમચીમાં થોડીક હિંગ લેવી, થોડુંક પાણી લઈને પેસ્ટ બનાવીને થોડીક ગરમ કરીને નાભિમાં મુકવી. આ પ્રયોગ વર્ષોથી ઘણી જગ્યા એ પ્રવર્તમાન છે.

આમાંથી જેટલું પણ થઇ શકે એટલું કરીને ટ્રાય કરી લેશો. મોટાભાગે રાહત થઇ જશે. છતાં જો એસીડીટીની તકલીફ રહેતી હોય તો 'પિત્ત શામક મુખવાસ' નું સેવન કરી શકાય. જે વરિયાળી, ધાણા, ખડી સાકાર, જેઠી મધ જેવા ઔષધોનું મિશ્રણ છે. એનાથી રાહત થાય છે.